મેરા બિલ, મેરા અધિકાર” યોજના, મળશે કરોડો રુપિયાના ઈનામ |મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ
મેરા બિલ, મેરા અધિકાર: દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩થી લઇને ૧ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે.

1 કરોડ રૂપિયા સુધીના ઇનામ કેવી રીતે જીતશો
કેન્દ્ર સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારીઓમાં GST બિલનું વલણ વધારવા માટે ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. ગુરુવારે આ યોજનાની જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે આના દ્વારા દર ત્રિમાસિક ગાળામાં 1-1 કરોડના બે બમ્પર ઇનામ આપવામાં આવશે. તે જ સમયે, 10-10 હજારથી લઈને 10-10 લાખ રૂપિયા સુધીના ઘણા વધુ ઈનામો પણ ભાગ લેનારાઓને આપવામાં આવશે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનુ દેસાઈ તારીખ 01/09/2023 ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો હતો.
મેરા બિલ મેરા અધિકાર” નામની એપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.merabill, gst.gov.in મારફતે આ યોજનામાં ભાગ લઇ શકાશે. એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ યોજના હેઠળ જીએસટી અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ. ૨૦૦/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં ૨૫ બિલ અપલોડ કરી શકાશે. તા. ૦૧/૦૯/૨૦૨૩ અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની ૫ તારીખ સુધી અપલોડ કરી શકાશે

બીલ અપલોડ થશે એટલે જે તે વેપારી ટેક્સ ભરે છે કે નહી તેની પણ ચકાસણી થશેઃ મંત્રી કનુ દેસાઈ
મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગ્રાહકને બિલ આપવુ એ દરેક વેપારીની ફરજ છે અને ગ્રાહકનો અધિકાર છે. બિલનો આધાર હોય તો ગ્રાહક વસ્તુની ગુણવત્તા મામલે ફરિયાદ પણ કરી શકે. બીલ અપલોડ થશે એટલે જે તે વેપારી ટેક્સ ભરે છે કે નહી તેની પણ ચકાસણી થશે. જેને પગલે જે ટેક્સ ચોરીને પણ રોકી શકાશે. આ યોજના દરેક નાગરિક સુધી પહોંચે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. ગુજરાતમાં જીએસટી ટ્રીબ્યુનલ બનાવવા જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવાયો છે. જેની તૈયારીના ભાગરૂપે એક નિવૃત જજ સહિત બે ની નિમણૂક કરાઈ છે.
GST વાળા બિલ:આ યોજના હેઠળ GST અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂપિયા 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલ માન્ય ગણાશે. બિલની મહત્તમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં 25 બિલ અપલોડ કરી શકાશે. તારીખ 01/09/2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે. ત્યારે આ યોજનાનો પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગણતરીના કલાકોમાં જ 6500 લોકોએ આ એપ ડાઉનલોડ કરી પોતાના GST વાળા બિલ અપલોડ કર્યા છે.
પોસ્ટ ઉપયોગી બને તો બીજા મિત્રોને અવશ્ય મોકલશો