રેડ@એલર્ટ: ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

Red Alerts@🚨વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
  • ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ
  • આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

રેડ@એલર્ટ: ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેને લઈને આવનારા 48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પાડવાની સંભાવનાઓ કરવામાં આવી રહી છે. તેમજ 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ અપડેટ્સ સપ્ટેમ્બર

આગામી 3 દિવસ ગુજરાત માટે ભારે: બનાસકાંઠા, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મૂશળધાર આગાહી

ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ

હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદે રજૂ કરેલી માહિતી પ્રમાણે આજે જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

તારીખ 8, 9 અને દરમિયાન વરસાદનું ભારે જોર રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

9મી જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટી શકે છે. 10મી જુલાઈએ સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top